સભ્ય બનો
૯ પ્રકારના ક્ષેત્રો માંથી
આવક મેળવો.
સભ્યપદ વિનામૂલ્યે
નિયમો અને શરતો - સભ્ય
- કાયદાકીય ક્ષેત્ર ગાંધીનગર રહેશે.
- સભ્ય ફી એકવાર ભર્યા બાદ તે પરત મળવાપાત્ર નથી.
- વીમા, મચુયુઅલ ફંડ, ઇન્વેસ્ટમેન્ટ જેવી બહારની અને રેગ્યુંલેટરી ઓથોરીટી દ્વારા સંચાલિત કંપની માં ગ્રાહક દ્વારા થયેલ રોકાણ નું કમીશન જે તે કંપનીની પેમેન્ટ સાયકલ પ્રમાણે થશે.
- આ વેબસાઈટમાં સભ્ય થવા માટે ઈ-મેલ આઈડી હોવું જરૂરી છે. જે બાદમાં બદલી શકાશે નહી.
- સભ્ય બનતી વખતે તમારો આધાર નંબર અને તમે જે તાલુકામાં રહેતા હોવ તે ભરવું જરૂરી છે.
- આધાર નંબરની સાથે આધાર કાર્ડની નકલ આપવી ફરજીયાત છે જે તમે રૂપિયા કમાઓ ડોટ કોમ ની ફ્રેન્ચાઈઝ ઉપર કે હેડ ઓફીસ પર પહોચાડવી જરૂરી છે. હેડ ઓફીસે તમારા આધાર કાર્ડની નકલ મળશે અને તેની ચકાસણી કર્યા બાદ જ તમારું સભ્યપદ એક્ટિવ થશે.
- તમે કરેલ કાર્ય નું કમીશન જાહેર રજાઓના દિવસે આપવામાં આવશે નહીં..
- તમે કરેલ કાર્ય નું કમીશન રોકડામાં આપવામાં આવશે નહીં.
- આ વેબસાઈટમાં સભ્ય થવા માટે તમારી ઉંમર ૧૮(અઢાર) વર્ષથી ઉપર ની હોવી જરૂરી છે.
- વીમા, મ્યુચ્યુઅલફંડ, ઇન્વેસ્ટમેન્ટમાં કરેલ રોકાણમાં કોઈ પૂછપરછ કરવી હોય તો તે જે તે વીમા કંપની, મ્યુચ્યુઅલફંડ કે ઇન્વેસ્ટમેન્ટની જે કંપની લાગુ પડે તેમાં પૂછવું. આ માટે આ વેબસાઈટના સંચાલકો કે પ્રતિનિધી તેનો જવાબ આપવા બંધાયેલા નથી.
- સભ્ય બનતી વખતે પૂરા પાડવામાં આવેલ વિગતો બદલી શકાશે નહીં.
- સભ્યની બેન્કીંગની વિગતો ફરીવાર બદલી શકાશે નહીં.
- આ વેબસાઈટના નિયમોમાં કે કમીશન સ્ટ્રક્ચરમાં સમયાંતરે તથા જરૂરિયાત ઉભી થતા ફેરફાર કરવાનો સર્વેસર્વા હક્ક આ વેબસાઈટના સંચાલકોનો રહેશે અને તે તમામ સભ્યોને બંધનકર્તા રહેશે.
- આ વેબસાઈટનું નકારાત્મક અથવા આ વેબસાઈટ દ્વારા પૂરી પાડવામાં આવેલ માહિતી દ્વારા સભ્ય તેનો ઉપયોગ ભારત સરકાર કે રાજયસરકારે પ્રતિબંધિત હેતુઓ માટે કરશે તો તેનું સભ્યપદ રદ કરવાની સત્તા આ વેબસાઈટના સંચાલકોનો રહેશે.
- બે પ્રકારના વોલેટ છે. (૧) ક્વિઝ વોલેટ અને (ર) બિઝનેઝ વોલેટ. બંને વોલેટમાં ઓછામાં ઓછા રૂા. ૧૦૦૦/- અને બિઝનેસ વોલેટમાં ઓછામાં ઓછા રૂા. ૧૦૦૦/- રાખવા પડશે, એટલે કે ક્વિઝ વોલેટમાં રૂા.૧૦૦૦/- અને બિઝનેસ વોલેટમાં રૂા.૧૦૦૦/- રાખવા પડશે જે તમે ઉપાડી શકશો નહી..
- બંને વોલેટમાં ઉપાડની રકમની રૂા.૧૦૦૦/- થી વધુ હશે તો જ તમારા બેન્ક ખાતામાં જમા થશે, એટલે કે ક્વિઝ વોલેટમાંથી રૂા. ૧૦૦૦/- થી વધારે અને બિઝનેસ વોલેટમાંથી રકમ રૂા. ૧૦૦૦/- થી વધારે હશે તો જ તમારા બેન્ક ખાતામાં જમા થશે.
- Withdrawal Request આવ્યા બાદ બે થી ચાર દિવસની અંદર તમારા બેંક ખાતામાં રૂપિયા જમા થશે.
- પેમ્પફ્લેટ વિતરણમાં જે પેમ્પફલેટ વિતરણ કર્યું હોય તેને સ્કેન કરી www.rupiyakamao.com પર જઈ તેની ફાઈલને અપલોડ કરવી.
- સમાચારપત્રો અને સામયિકોમાં સભ્ય જે જાહેરાતો લાવે તેનું પૂરેપૂરું પેમેન્ટ લાવવાની જવાબદારી જે તે સભ્યની રહેશે. જો પેમેન્ટ નહિ આવે તો તે જાહેરાત છપાશે નહિ.
- સમાચારપત્રો અને સામયિકો દ્વારા તમે જે જાહેરાત લાવો છો તેનું કમીશન જાહેરાત પ્રસિધ્ધ થયા બાદ જ તમારા વોલેટમાં જમા થશે.
- ફોટોગ્રાફી તથા વિડીઓગ્રાફી ના ઓર્ડર લાવો તો તેનું પેમેન્ટ લાવવાની જવાબદારી જે તે સભ્ય ની રહેશે.
- સ્ટુડન્ટવિઝા માટે અરજદારે આપેલ ફાઈલ તૈયાર કરવાનું કામકાજ કરીએ છીએ જેમાં વિઝા આપવા કે ન આપવા તેનો નિર્ણય જે તે દેશની એમ્બેસી લેતી હોવાથી જો વિઝા ના મળે તો તેના માટે કે તેની સાથે સંકળાયેલી વ્યક્તિઓ જવાબદાર રહેશે નહિ.
- સ્ટુડન્ટવિઝા માટે ફાઈલ તૈયાર કરવાનો સર્વિસ ચાર્જ તથા કોલેજની ફી એડવાન્સમાં લેવામાં આવશે .
- કેનેડા પી.આર. ફાઈલ તૈયાર કરવાનું કામકાજ આપતી વખતે અરજદારે એ ધ્યાન રાખવાનું છે કે કેનેડા પી.આર. ના નિયમોને આધારે જ દસ્તાવેજો તૈયાર કરે.
- કેનેડા પી.આર. ફાઈલ તૈયાર થયા બાદ પી.આર. મેળવવા વધુ સમય લાગે તો ધીરજ રાખવી કેનેડાનાં પી.આર. આપવા કે ના આપવા તેનો આધાર કેનેડા દેશ ની વિદેશનીતિ પર આધારિત હોવાથી જો પી.આર. ના મળે તો સર્વિસ ચાર્જ કે ફાઈલ તૈયાર કરવાનો ખર્ચ પરત મળવાપાત્ર નથી.
- આ વેબસાઈટ www.rupiyakamao.com પર રજી. થયેલ કોઈપણ સભ્ય www.rupiyakamao.com કે તેના જેવી બીજી વેબસાઈટ બનાવી શકશે નહિ. જો તેવું માલૂમ પડશે તો સંચાલકો દ્વારા તમારું સભ્યપદ રદ કરવામાં આવશે.
- સભ્ય www.rupiyakamao.com ના નામથી કોઈપણ નાણાંકીય વ્યવહાર રોકડમાં કરશે નહિ તથા બેંકમાં ખાતું ખોલી શકશે નહિ.
- કોઈ પણ સભ્ય એ www.rupiyakamao.com પર દર્શાવેલ સર્વિસીસ કે પ્રોડક્ટ માટેના રૂપિયા રોકડામાં લેવાના નથી.
- દરેક સભ્ય/ફ્રેન્ચાઈઝી એ www.rupiyakamao.com પર દર્શાવેલ સર્વિસીસ કે પ્રોડક્ટ માટેના રૂપિયા ચેક/ ડીડી / ઓનલાઈન ટ્રાન્સફર દ્વારા જ ભરવાના છે.
- ક્વિઝ રોજ રમવી જરૂરી છે. જો તમે સળંગ સાત દિવસ ક્વિઝ નહી રમો તો તમારુ સભ્યપદ રદબાતલ કરવામાં આવશે. જેની ખાસ નોંધ લેવી.
- ક્વિઝ માટેના નિયમો અને શરતો વાંચીને જ ક્વિઝ રમવી.
- જે દિવસે તમે કવીઝ ના રમી શકો કે પૂરી ના કરી શકો તે દિવસે તમારા કવીઝ વોલેટમાંથી નક્કી કરેલ પેનલ્ટી ની રકમ બાદ થશે. માટે કવીઝ રોજ રમવી ફરજીયાત છે.
- સર્વિસીસ કે પ્રોડક્ટ માટેના ડીડી/ચેક/ઓનલાઈન ટ્રાન્સફર નીચે દર્શાવેલ બેંક ખાતામાં જ જમા કરાવવા.
- Bank Name: Bank of Baroda
- Account Name: RUPIYA KAMAO DOT COM
- Account No.: 89980200000114
- IFSC Code: BARB0VJGNGS
ક્વિઝના નિયમો અને શરતો
- કાયદાકીય ક્ષેત્ર ગાંધીનગર છે અને રહેશે.
- અહી આપેલ ક્વિઝમાં વિવિધ પ્રકારના વિષયો પર પ્રશ્નો પૂછવામાં આવશે જેના દરેક સભ્યએ સાચા જવાબ આપવાના રહેશે.
- સૌથી પહેલા આવેલ શરૂઆતના કુલ ર૦૦૦ સભ્યોને પ્રશ્નોના જેટલા સાચા જવાબો આપ્યા હશે તેટલી જ રકમ આપવામાં આવશે.
- સૌથી પહેલા આવેલ પ્રથમ ર૦૦૦ સભ્યોના ક્વિઝ વોલેટમાં જે તે રકમ જમા કરવામાં આવશે. જો તમારો સમાવેશ શરૂઆતનાં કુલ ર૦૦૦ સભ્યોમાં થયેલ હશે તો તમે આપેલ સાચા જવાબની કુલ રકમ રાત્રે ૧ર : ૦૦ વાગ્યા પછી તમારા ક્વિઝ વોલેટમાં જમા થશે.
- દરેક પ્રશ્નના ચાર વિકલ્પો આપેલ હશે જે નીચે દર્શાવેલ સમયમર્યાદામાં સાચો વિકલ્પ પસંદ કરી તેને સબમીટ કરવાનો રહેશે.
- ક્વિઝના તમામ પ્રશ્નો રમવાના રહેશે એટલે કે તમામ પ્રશ્નોના સાચા કે ખોટા જવાબો આપવાનાં રહેશે.
- અધવચ્ચે ક્વિઝ છોડશો કે પ્રશ્નોના જવાબ અધૂરા આપેલ હશે તો તમે જે તે ક્વિઝના દિવસના દરમ્યાન જીતેલા રૂપિયા ગુમાવી દેશો.
- જે તે દિવસ દરમ્યાનની ક્વિઝ પૂરી કરવી ફરજીયાત છે.
- આ ક્વિઝનો કોન્સેપ્ટ ફક્ત નોલેજ વધારવા અને રૂપિયા કમાવા પૂરતો જ છે.
- આ ક્વિઝ કોઈ જુગાર કે સટ્ટો રમવાની રમત નથી.
- રૂપિયા કમાઓ ડોટ કોમના મેમ્બર વિનામૂલ્યે બની શકાતુ હોવાથી આ ક્વિઝ પણ તમે વિનામૂલ્યે રમી શકાશે. જેના વહેલા અને સાચા જવાબો આપવાથી તમે વસ્તુ કે રૂપિયા કે કોઈ અન્ય પ્રકારની ઓફર મેળવી શકશો.
- આ ક્વિઝ રમવા માટે રૂપિયા કમાઓ ડોટ કોમ નાં સભ્ય થવું જરૂરી છે.
- આ ક્વિઝના પ્રશ્નોની સંખ્યા અને તેનો સમય અને પ્રશ્નદીઠ જીતવાની થતી રકમ નક્કી કરવાનો સર્વેસર્વા હક્ક, અધિકાર રૂપિયા કમાઓ ડોટ કોમનાં સંચાલકોનો છે અને રહેશે.
- ક્વિઝ વોલેટમાં ઓછામાં ઓછા રૂ. ૧૦૦૦/- રાખવા જરૂરી છે.
- ક્વિઝ વોલેટમાંથી ઓછામાં ઓછા રૂા. ૧૦૦૦/- ઉપાડી શકાશે તેથી ઓછા ઉપાડી શકાશે નહી.
- ક્વિઝ ને શરૂ કરવી, ક્વિઝનો સમય, ક્વિઝને ચાલુ, બંધ કે ટુંકાગાળા માટે કે કાયમ માટે બંધ કરવાની સત્તા રૂપિયા કમાઓ ડોટ કોમનાં સંચાલકો પાસે છે અને રહેશે.
- જે દિવસે તમે કવીઝ ના રમી શકો કે પૂરી ના કરી શકો તે દિવસે તમારા કવીઝ વોલેટમાંથી નક્કી કરેલ પેનલ્ટી ની રકમ બાદ થશે. માટે કવીઝ રોજ રમવી ફરજીયાત છે.
જાહેરાત આપવા માટેના નિયમો અને શરતો
- આ વેબસાઈટ પર જાહેરાત બે રીતે આપી શકાય છે. (1) અમારી ઓફિસનો સંપર્ક કરી અથવા (2) અમારા પ્રતિનિધિનો સંપર્ક કરી.
- આ વેબસાઈટ પર જાહેરાત આપવા માટે નીચે દર્શાવેલ પેકેજમાંથી કોઈપણ પેકેજ કે જે તમારા ધંધા-વ્યવસાયને તથા તમારા બજેટ અને જરૂરિયાતને બંધબેસે તે પ્રમાણે નક્કી કરી અમને ફોન કરો અમે તમને તમારા ધંધા-વ્યવસાયની અસરકારક જાહેરાતમાં મદદરૂપ થઈશું.
- જાહેરાતનાં દરેક પેકેજ ધ્યાનથી વાંચવા અને સમજવા.
- ઉપરના જાહેરાતના પેકેજ તમારા ધંધાની વધુમાં વધુ શક્ય હોય તેવી દરેક પ્રકારની જાહેરાત અને પ્રમોશનલ એક્ટીવીટી-ઇવેન્ટને ધ્યાનમાં રાખીને જ તૈયાર કરવામાં આવ્યા છે.
- તમે ઉપરની જાહેરાતનું પેકેજ તમારા મેમ્બર એરિયામાં જઈને સિલેક્ટ કરી શકો છો અને તેમને મળતું ડિસ્કાઉન્ટ/કમિશન પણ મેળવી શકો છો.
- ઉપર દર્શાવેલ જાહેરાતના પેકેજના ભાવ જીએસટી વગરના છે. જીએસટી અલગથી લેવામાં આવશે.
- જાહેરાત આપવા ઇચ્છ્નાર દરેક સંસ્થાનું મેમ્બર તરીકે રજીસ્ટ્રેશન થયેલું હોવું જરૂરી છે.
- એકવાર જાહેરાત નોંધાવ્યા બાદ તેને રદ (કેન્સલ) કરી શકાશે નહિ નોંધાવેલ જાહેરાતના રૂપિયા ભરેલા હોય તો તે પરત મળવાપાત્ર નથી. જેની સર્વે સભ્યોએ ખાસ નોંધ લેવી.
- જાહેરાતની રકમની ચુકવણી ફક્ત અને ફક્ત ઓનલાઈન કે ચેક દ્વારા જ કરવી.
- અમારા કોઈ પણ પ્રતિનિધિને રોકડા રૂપિયા લેવાની છૂટ નથી. તેથી જાહેરાત આપનારે અમારા પ્રતિનિધિને રોકડા રૂપિયા આપવા નહિ. અને જો જાહેરાત આપનાર તેમ કરશે તો આ વેબ્સાઈટ ના સંચાલકો તથા કોઇપણ પ્રતિનિધિ જવાબદાર રહેશે નહિ.
- જાહેરાત ની ફાઈનલ મેટર આપવાની જવાબદારી જાહેરાત આપનારની રહેશે.
- મેટર પ્રમાણે વધુમાં વધુ બે વખત સુધારા થઇ શકશે.
- એકવાર જાહેરાતનું પ્રૂફ ઓકે થઇ જાય ત્યારબાદ જ તે જાહેરાત વેબ્સાઈટ પર મુકવામાં આવશે.
- વહેલીતકે જાહેરાતની મેટર (વિગતો) આપવાની અને પ્રૂફ જોઇને તેમાં કોઈ સુધારા હોય તો તેને સુધારીને વહેલીતકે પહોચાડવાની જવાબદારી જાહેરાત આપનારની છે અને રહેશે.
- અસરકારક જાહેરાત તથા પેકેજમાં દર્શાવેલ દરેક મુદ્દાને ધ્યાનથી શીખવાની અને સમજવાની જવાબદારી જાહેરાત આપનારની છે.
- ઉપરના નિયમો અને શરતોને બદલવાનો સર્વે સર્વાં હક્ક આ વેબ્સાઈટના સંચાલકોનો છે અને રહેશે.
- કાયદાકીય ક્ષેત્ર ગાંધીનગર છે અને રહેશે.
- સર્વિસીસ કે પ્રોડક્ટ માટેના રૂપિયા/ચેક/ઓનલાઈન ટ્રાન્સફર નીચે દર્શાવેલ બેંક ખાતામાં જ જમા કરાવવા.
- Bank Name: Bank of Baroda
- Account Name: RUPIYA KAMAO DOT COM
- Account No.: 89980200000114
- IFSC Code: BARB0VJGNGS
રેફર કરો અને રૂપિયા કમાઓના નિયમો અને શરતો :
- કાયદાકીય ક્ષેત્ર ગાંધીનગર રહેશે.
- આ ઓફર ફક્ત ગાંધીનગર જિલ્લા માટે જ છે.
- www.rupiyakamao.comમાં સભ્ય બનવા માટે તમે જે વ્યક્તિને રેફર કરશો તો તમે રેફર કરેલા દરેક સભ્યદીઠ તમને INCOME SOURCE --> INCOME SOURCE તથા QUIZ પેજ પર આપેલ લીન્કમાં દર્શાવેલ રકમ મળવાપાત્ર રહેશે જે તમે રેફર કરેલા સભ્યના સફળ વેરીફીકેશન થયા બાદ તમારા બિઝનેસ વોલેટમાં જમા થશે.
- તમે જે વ્યક્તિને રેફર કરો તે વ્યક્તિની વય ૧૮ વર્ષથી ઉપર હોવી જરૂરી છે.
- સભ્યપદ વિનામૂલ્યે છે.
- તમે જે વ્યક્તિને રેફર કરો તે વ્યક્તિની તમામ વિગતો ખરી હોવી જોઈએ. ખોટી વિગતોવાળી વ્યક્તિઓનું રજીસ્ટ્રેશન થશે નહિ અને તેની રેફરલ રકમ મળશે નહિ. ખોટી વિગતોવાળી વ્યક્તિના ક્વિઝ અને બિઝનેસ વોલેટમાં રહેલ રકમ પણ મળશે નહી. જેનું ખાસ ધ્યાન રાખવું.
- આ કોઈ મલ્ટીલેવલ કે નેટવર્ક માર્કેટિંગ નથી.
- રેફર એન્ડ અર્ન ના પેજ પર દર્શાવેલ રકમ બદલવાનો અને આ નિયમોમાં ફેરફાર કરવાનો સર્વેસર્વા હક્ક www.rupiyakamao.comના સંચાલકોનો છે અને રહેશે.
Bank Details
- Bank Name: Bank of Baroda
- Account Name: RUPIYA KAMAO DOT COM
- Account No.: 89980200000114
- IFSC Code: BARB0VJGNGS
નોંધ: ઓફલાઈન પેમેન્ટ કર્યા બાદ પે-સ્લીપ અથવા ચેક સ્કેન કરીને અપલોડ કરવો.